યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
R. B. Patel Highschool,Kavitha | Default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

સુજ્ઞ વાલીશ્રી,

શાળાના સુકાની તરીકે હું એ બાબતે હંમેશા સભાન હોઉ છું કે માટે સંચાલક મંડળ-શિક્ષકો-વિદ્યાર્થીઓ અને વાલીઓ-આ તમામને શાળાના એકસૂત્ર સાથે બાંધીને મુખ્ય કાર્ય ભારતના ભાવિ નાગરિકોનું ઘડતર કરવાનું છે.


ગ્રામ્ય વિસ્તારની શાળા હોવાથી કેટલાક પડકારો પણ છે. જેવાકે વિદ્યાર્થીઓની નબળી આર્થિક સ્થિતિ, વૈશ્વિક પ્રવાહો સાથે તેમની તાલમેલનો લગભગ અભાવ, અંગ્રેજી બોલવામાં સંકોચ વગેરે પરંતુ પડકારોને કારણેજ પ્રગતિ કરી શકાય એવી મારી માન્યતા છે. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને જગાવે તથા ભગેલા આત્મવિશ્વાસને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે નવી ટેકનોલોજી તથા પારંપારિક યોગ્ય શિક્ષણપ્રથાનો સુભગ સમન્વય કરી વિદ્યાર્થીઓને શિક્ષણાભિમુખ બનાવે તેવી શિક્ષણ પદ્ધતિ વિકસાવવાના પ્રયાસ તરફ ડગ ભરવાના શરૂ કર્યા છે.

અભ્યાસની સાથે વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓ જેવી કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન,યુવક મહોત્સવ વિવિધ તહેવારો સંબંધિત પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પ્રવૃત્તિઓમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હોય છે.

મારી શાળાનો વિદ્યાર્થી સમાજમાં જયારે જાય ત્યારે હોય એનાથી વધુ બહેતર સમાજનું નિર્માણ કરે એજ મારું, મારા શિક્ષકોનું અને શાળા પરિવારનું વિઝન છે અને મારી સ્કૂલને e-Schoolબનાવવી એજ મારું સ્વપ્ન છે.
।। જય સરસ્વતી ।। 

ધ્યેય કથન

વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરવો અને ભાવિ સમાજના ઘડતરમાં પોતાનું ઉત્તરદાયિત્વ યોગ્ય રીતે નિભાવે તેવી ક્ષમતા પેદા કરવી તથા તેમને મૂલ્યસભર અને પ્રતિભા સંપન્ન બનાવવા એ અમારો મુખ્ય ધ્યેય છે.

દ્રષ્ટિ કથન

શાળાના નિશ્ચિત ધ્યેયોને સિદ્ધ કરવા.

વિદ્યાર્થીઓ પ્રતિભા સંપન્ન બને તેવા પ્રયાસ કરો.

વિજ્ઞાન અને ટેકનોલોજીની નવી શોધોના ઉપયોગ વડે શિક્ષણકાર્ય વધુ રસમય અને વિદ્યાર્થીભાગ્ય બનાવવું.

વિવિધ શૈક્ષણિક પદ્ધતિ અને પ્રયુક્તિઓનો સમુચિત ઉપયોગ કરવો.

સમાજ સાથે સહકાર અને સહભાગિતા કેળવી શ્રેષ્ઠત્તમ પ્રયત્ન નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા.

વૈવિધ્યતાસભર શિક્ષણકાર્ય દ્વારા ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરવું.