યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
R. B. Patel Highschool,Kavitha | About Us

શાળા વિશે

અમારી શાળા બોરસદ તાલુકાના કવિઠા ગામમાં આવેલી છે. ગુજરાતની નામાંકિત શાળાઓમાં જેની ગણના થાય છે એવી શાળાઓમાંની અમારી શાળા એક છે. પરિણામ અભ્યાસ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ આ તમામ બાબતોમાં અમારી શાળા ખૂબજ અગ્રેસર છે. અમારી શાળાની શરૂઆત સૌ પ્રથમ માધ્યમિક વિભાગથી થઇ હતી. ત્યારબાદ મંડળના શ્રેષ્ઠ પ્રયાસો અને શાળા પરિવારની સુંદર કામગીરીના પરિણામ સ્વરૂપ શાળાને ઉચ્ચતર માધ્યમિક વિભાગથી થરૂ કરવાની તક સાંપડી અને સંચાલક મંડળે આનો સુંદર લાભ લઇ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ શરૂ કર્યો. નાના છોડમાંથી વરવૃક્ષ બની જાય એમ હાલે અમારી શાળામાં ત્રણ વિભાગ ચાલી રહયા છે જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો મુખ્ય ધ્યેય બાળકોનો સર્વાંગીણ વિકાસ કરી સુસજ્જ અને મૂલ્યસભર નાગરિકો તૈયાર કરવાનો છે.