યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
R. B. Patel Highschool,Kavitha | Facility

સુવિધાઓ

બાળકોના વિકાસમાં સલાહકાર્ય(Counselling)

શાળામાં તાલીમ અને જરૂરી યોગ્યતા ધરાવતા સલાહકાર દ્વારા સલાહકાર્ય કરવામાં આવે છે.
શાળામાં આવતા વિદ્યાર્થીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. યોગ્ય તપાસ દ્વારા તેની સમસ્યાની જાણકારી મેળવામાં આવે છે. અને ત્યારબાદ સમસ્યાનું સ્વરૂપ સમજીને યોગ્ય સલાહ આપવામાં આવે છે.સૌ પ્રથમ સલાહ વાંચ્છુ સાથે સાયુજ્ય અને સંબંધ સ્થાપના આવે છે અને ત્યારબાદ ધીમેધીમે સમસ્યાના મૂળ સુધી પહોંચીને સલાહકાર્ય કરવામાં આવે છે. સલાહ વાંચ્છુની દરેક સમસ્યાની ગુપ્તતા જાળવામાં આવે છે.
તજજ્ઞ સલાહકારોના શૈક્ષણિક વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવે છે.

પીવાનું પાણી/RO Plant

શાળા સમય દરમિયાન વિદ્યાર્થીઓને સ્વચ્છ પાણી મળી રહે એ માટે યોગ્ય વ્યવ્સથા ઉભી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનું તંદુરસ્ત જોખમાય નહી તે માટે સતત પાણીની ટાંકીની સાફસફાઇ તથા નકામા પાણીના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાણીના શુદ્ધિકરણ માટે આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરની પણ સલાહ લેવામાં આવે છે.

રમત-ગમત

રમત ગમત થી વિદ્યાર્થીઓના મનને પ્રફૂલિતા પ્રાપ્ત થાય છે. શારીરિક ક્ષમતા વધુ તંદુરસ્ત બને છે. ધો.૫-૭ તથા ૮થી૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ષ દરમિયાન વિવિધ રમતો જેવી કે કોથળા દોડ, લીબું ચમચી, લાંબીકૂદ, ઊચી કૂદ, ચક્ર ફેક, ગોળા ફેંક, ભાલાફેક રિલે દોડ, ક્રિક્રેટ, ખો-ખો, કબડ્ડી, સંગીત ખુરશી વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ બધી રમતોમાં ભાગ લે છે. વર્ષાતે સ્પોટર્સ ડે આયોજન પણ કરવામાં આવે છે.

કોમ્પ્યુટર વિષયક બાબતો

અમારી કોમ્પ્યુટર લેબ અત્યાધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ છે. ઇન્ટરનેટની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત અનુસાર તમામ સોફટવેર પૂરા પડાય છે.

સભાખંડ/સેમીનાર ખંડ

શૈક્ષણિક વ્યાખ્યાન તથા શૈક્ષણિક કાર્યક્રમના આયોજન માટે સવિશેષ સુવિધા સજ્જ સભાખંડનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારની લાઇટીંગ વ્યવસ્થા પણ સભાખંડમાં ઉપલબ્ધ છે.

DTH/TV રૂમ

શાળામાં દૂરદર્શન અને ઘણીબધી ખાનગી ચેનલોની સુવિધા ઉપલબ્ધ છે. વિના મૂલ્યે DD Direct Plusદ્વારા DTH Service ની સુવિધા પણ પ્રાપ્ય છે.

ગ્રંથાલયની વિગતો

શાળાના ગ્રંથાલયમાં દરવર્ષે જ્ઞાનવર્ધક અને વિદ્યાર્થીભોગ્ય પુસ્તકોનો ઉમેરો થતો રહે છે. વિદ્યાર્થીઓની જ્ઞાનપિયાસાને ઠારે એ પ્રકારના દરેક પુસ્તકો પ્રાપ્ય છે. આ સાથે જનરલ નોલેજ વિષયના સંદર્ભ પુસ્તકો કમ્પ્યુટરને લગતા પુસ્તકોનો સમાવેશ થાય છે. ગ્રંથાલયની કામગીરી ઇન્યાર્જશ્રી દ્વારા સુંદર રીતે નિભાવામાં આવે છે. વિદ્યાર્થીઓ મહત્તમ પુસ્તકોને ઉપયોગ કરે એ માટે તેમને અભિપ્રેરિત કરવામાં આવે છે.

Classwise Computer Students

2006-07

Standard Divison Strength of Students 2006-07 Strength of Students 2008-09
5 - 40 48
6 - 44 63
7 - 42 49
8 A 32 70
8 B 32 70
9 A 00 59
9 B 41 62
10 A 36 42
11 - 41 75
12 - 00 117

ફોટો ગૅલૅરી - Facility

  pages: 1

click to enlarge

click to enlarge

click to enlarge
 
  pages: 1